ઉનાળામાં કરો ત્વચા ની રક્ષા આ ૧૦ ટીપ્સ સાથે
ધોમ ધકતા તડકા સાથેનો ભારતીય ઉનાળો ટૂંક સમયમાં આવી રહ્યો છે અને જો તમે યોગ્ય કાળજી ન લો તો તે તમારી ચામડી પર ખૂબ કઠોર બની શકે છે. આપણી ચામડીમાં મેલાનિન નામના રંગદ્રવ્યનો સમાવેશ થાય છે અને સૂર્ય ના ખૂબ વધારે સંપર્કમાં આવવાથી વધુ મેલનિન ઉત્પન્ન થાય છે. આ કારણે લાંબા સમય સુધી તાપમાં રહેવાથી તમારી ત્વચાના રંગમાં ફેરફાર થઈ શકે છે અને તે ચામડીના અકાળ વૃદ્ધત્વનું પણ કારણ બની શકે છે. તેથી, તમારા કપડાની જેમ, તમારી ત્વચાની સાર સંભાળ માં પણ ઋતુ મુજબ ફેરફાર કરવો પડે. ઉનાળાને હરાવવા આ 10 સૂચનો છે ૧. 10 થી 3 વાગ્યા સુધી તાપમાં જવાનું ટાળો. આ કલાકો દરમિયાન તાપ સૌથી તીવ્ર હોય છે, તેથી બહાર ખૂબ જરૂરી હોય તો જ જાવવુ . જો તમે આ કલાકો દરમિયાન બહાર હોવ તો, છત્રી , સનસ્ક્રીન, ફેસ માસ્ક, હેન્ડ માસ્ક અને હેલ્મેટ (2 વ્હીલરના કિસ્સામાં) નો ઉપયોગ કરો, ડૂપત્તા ખૂબ જ પાતળા હોય છે, તેઓ તમને અલ્ટ્રા વાયલેટ કિરણોથી રક્ષણ નહીં આપે. ૨. સનસ્ક્રીનનો ઉપયોગ કરો જ્યારે બહાર જાવ લઘુત્તમ SPF 30 અને PA ++ સુનસ્ક્રીન નો ઉપયોગ કરો. સૂર્યના સંસર્ગનાં 15-20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવું. તમાર